મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો.

               

મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો.

તારીખ : ૦૯-૦૯-૨૦૨૩નાં શનિવારના દિને મામલતદાર કચેરી ખેરગામ ખાતે સત્યનારાયણ ભગવાનની પૂજાઅર્ચના કાર્યક્રમ યોજાયો હતો. આ માસનો બીજો શનિવાર હોવાથી કચેરીમાં રજા હોય સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કચેરી ચાલુ થઈ ત્યાર પછી પ્રથમવાર આ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખેરગામ તાલુકા નામદાર મામલતદારશ્રી ડીસી બ્રાહ્મણ કાછ અને તેમના ધર્મપત્નિનાં હસ્તે પૂજા કરવામાં આવી હતી. કચેરીમાં રજા હોવા છતાં સ્વૈચ્છિક રીતે તમામ સ્ટાફ પૂજાઅર્ચના કાર્યક્રમમાં જોડાયો હતો.







0 Comments